વિશ્વમાં પ્રથમ વખત બેલ્જિયમમાં સેક્સવર્કર્સને મેટરનિટી લીવ- પેન્શન સહિતના લાભ અપાશે !

સેક્સવર્કર્સને રોજગાર અને સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કાયદો 1 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે. વર્ષ 2022માં બેલ્જિયમમાં સેક્સવર્કને અપરાધમુક્ત જાહેર કરવામાં આવ્યો હતો

New Update
sex workers in Belgium

વિશ્વમાં પ્રથમ વખત બેલ્જિયમમાં સેક્સવર્કર્સને મેટરનિટી લીવ, પેન્શન, હેલ્થ ઇન્શ્યોરન્સ અને સિક લીવ સહિત ઘણા અધિકારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. બીબીસી અનુસાર, આ કાયદા હેઠળ અન્ય કર્મચારીઓની જેમ સેક્સવર્કર્સને રોજગાર અને સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કાયદો 1 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે. વર્ષ 2022માં બેલ્જિયમમાં સેક્સવર્કને અપરાધમુક્ત જાહેર કરવામાં આવ્યો હતો.

ત્યારથી દેશમાં સેક્સવર્કરોને સુરક્ષા, રોજગાર, સ્વાસ્થ્ય વગેરે સહિત અનેક અધિકારો આપવાની માગ કરવામાં આવી હતી.બેલ્જિયમમાં નવા કાયદા હેઠળ સેક્સવર્કર્સને સેક્સનો ઇનકાર કરવા અથવા લીવ લેવા બદલ બરતરફ કરી શકાશે નહીં.નવા કાયદા હેઠળ સેક્સવર્કરોને રોજગાર કરાર મળશે. આ સિવાય કામના કલાકો અને કાર્યસ્થળની સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.

દરેક રૂમ જ્યાં જાતીય પ્રવૃત્તિ થાય છે એ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવો જોઈએ. આ ઉપરાંત એક એલાર્મ ઇન્સ્ટોલ કરવું પડશે જે કામદારના સંદર્ભે વ્યક્તિ સાથે જોડાયેલો હશે.નવા કાયદા હેઠળ દેહવ્યાપારનું નિયંત્રણ કરનારા પિમ્પ્સને કાયદેસર રીતે કામ કરવાની છૂટ છે, પરંતુ તેમને કડક નિયમોનું પાલન કરવું પડશે.