તુર્કીના મુગલ પ્રાંતમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટ અને એક ડોક્ટર સહિત ચાર લોકોના મોત !

તુર્કીના મુગલ પ્રાંતમાં રવિવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટ અને એક ડોક્ટર સહિત ચાર લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર નજીકની હોસ્પિટલના ચોથા માળે અથડાયું હતું.

New Update
helicopter

helicopter Photograph: (helicopter)

Advertisment
તુર્કીના મુગલ પ્રાંતમાં રવિવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટ અને એક ડોક્ટર સહિત ચાર લોકોના મોત થયા છે. મુઘલ ગવર્નર અબ્દુલ્લા એરીને AFPને જણાવ્યું હતું કે ગાઢ ધુમ્મસને કારણે હેલિકોપ્ટર નજીકની હોસ્પિટલના ચોથા માળે અથડાયું હતું. કેસની તપાસ હજુ ચાલુ છે.હેલિકોપ્ટર મુગ્લાથી અંતાલ્યા શહેર માટે ઉડાન ભરી હતી.
Advertisment
આ ઘટનાનો વીડિયો અને ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરોમાં હોસ્પિટલ પાસે હેલિકોપ્ટરનો કાટમાળ વેરવિખેર જોવા મળે છે.અત્યાર સુધીના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર લોકો સિવાય અન્ય કોઈને નુકસાન થયું નથી. ઘટનાસ્થળે લાગેલા કેમેરાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધા.
Latest Stories