New Update
જર્મનીએ આશ્રય મેળવવાના નામે મુસ્લિમ દેશોના ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જર્મનીએ 1985ની શેંગેન સમજૂતીની વિરુદ્ધ જઈ નવ દેશો સાથેની તેની 3,700 કિમી લાંબી સરહદો સીલ કરી દીધી છે. જર્મનીએ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 32 હજાર મુસ્લિમ ઘૂસણખોરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2023માં 15,800 ઘૂસણખોરોને પકડ્યા હતા. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે ઘૂસણખોરોની યાદી બનાવવાનો આદેશ આપ્યો છે.
આ અંતર્ગત 300થી વધુ અફઘાન ઘૂસણખોરોને દેશનિકાલ કરાયા છે.2021 પછી જર્મનીમાં આ પ્રથમ વખત છે જ્યારે દેશનિકાલ કાયદા હેઠળ આશ્રય મેળવવાના નામે આવેલા ઘૂસણખોરો સામે કાર્યવાહી કરાઈ છે. જર્મનીમાં કડકાઈનું મુખ્ય કારણ સીરિયા, તૂર્કિયે અને અફઘાનના ઘૂસણખોરોની ગુનાખોરીમાં સંડોવણી છે. ઓગસ્ટમાં છરાબાજીની ઘટનામાં 3 લોકોનાં મોત થયાં હતાં. નોંધનીય છે કે શેંગેન કરાર હેઠળ યુરોપના 29 દેશોમાં સરહદો ખુલ્લી રાખવાનો કરાર છે પરંતુ ઘૂસણખોરીની વધતી ઘટનાઓને કારણે જર્મનીએ આ પગલું ભર્યું છે.
Latest Stories