/connect-gujarat/media/post_banners/27eb3ca89ea8ade9daa9aa8a1a2acd6d0c9b1e99cca17d08b400ee6dfdc7461d.webp)
હમાસે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. હમાસની સશસ્ત્ર શાખા અલ- કસ્સામ બ્રિગેડે કહ્યું કે તેણે રવિવારે તેલ અવીવ પર એક મોટો મિસાઇલ હુમલો કર્યો. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ શહેરમાં સાયરન વગાડીને સંભવિત રોકેટ હુમલાની ચેતવણી આપી હતી. જેથી લોકોને હુમલાથી બચવા માટે એલર્ટ કરી શકાય.
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, રવિવારે હમાસની સશસ્ત્ર શાખા અલ- કસ્સામ બ્રિગેડે તેની ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો હતો કે નાગરિકો વિરુદ્ધ જાયોની નરસંહારના જવાબમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જ્યારે હમાસ અલ-અક્સા ટીવીએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા 4 મહિનાથી તેલ અવીવમાં રોકેટ સાયરન સંભળાતા ન હતા. જો કે, ઇઝરાયેલી સેનાએ તરત જ સાયરન વાગવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી.