હરિની અમરસૂર્યાને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. આ પદ પર પહોંચનારી તે શ્રીલંકાની ત્રીજી મહિલા નેતા છે. તે શ્રીલંકામાં બે મહિના પહેલા રચાયેલી વચગાળાની સરકારમાં પણ વડાપ્રધાન રહી ચૂકી છે.વડાપ્રધાન બનાવવામાં આવેલા હરિની અમરસૂર્યાએ 1991 થી 1994 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ 5 વર્ષ પહેલા જ રાજકારણમાં આવ્યા હતા.
શ્રીલંકામાં 14 નવેમ્બરે સંસદીય ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેના ગઠબંધન એનપીપીનો વિજય થયો હતો. સોમવારે સરકારની નવી કેબિનેટની રચના કરવામાં આવી હતી.રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકેએ રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે મંત્રીમંડળના સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ મંત્રીમંડળમાં રાષ્ટ્રપતિ સહિત 22 સભ્યો છે. કેબિનેટમાં 2 મહિલા અને 2 તમિલ સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નાયબ મંત્રીઓના નામ હવે પછી જાહેર કરવામાં આવશે.