સ્પેનને તાજેતરમાં આવેલા ફલડે પાણી પાણી કરી દીધું હતું,ત્યારે પૂર પ્રકોપમાં લોકોએ પોતાની મૂલ્યવાન કારને પાણીથી રક્ષણ આપવા માટે નવતર પ્રયોગનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું માધ્યમ છે જે વિશ્વના કોઈ પણ ખૂણા વિશે સરળતાથી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે,ત્યારે સ્પેનની એક ઘટનાએ સૌ કોઈ સોશિયલ મિડીયા યુઝર્સને કુતુહલ પૂર્વક વિચાર કરતા કરી દીધા છે.
તાજેરમાં કારને પ્લાસ્ટિકનું
સ્પેનમાં આવેલા પૂરને કારણે ત્યાં અનેક લોકો પોતાની મોંઘીદાટ કાર બચાવવા માટે આ નુસખો અજમાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ સ્પેનમાં ભયંકર તોફાન અને પૂરને કારણે લોકોનું જીવવું હરામ થઈ રહ્યું છે. પૂરને કારણે જાનમાલની પુષ્કળ હાનિ થઈ છે. એવામાં ગ્રે કલરની મર્સિડીઝની તસવીર વાયરલ થઈ છે.
પૂર અને તોફાનથી કારને થતું નુકસાન બચાવવા માટે એને પ્લાસ્ટિકથી કારને રેપિંગ કરી દેવામાં આવી છે અને કારને જાડી રસ્સીની મદદથી લેમ્પ-પોસ્ટ સાથે બાંધી દેવાઈ છે. સ્પેનના મલાગા શહેરનો આ નજારો છે. તોફાનના રેડ અલર્ટને કારણે લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના મળતા જ લોકોએ પોતાની વેલ્યુએબલ કારને બચાવવા આ તરકીબ અજમાવી હતી.