કેનેડાના એડમન્ટનમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. દીવાલો પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. હુમલા બાદ નેપિયન સાંસદ ચંદ્ર આર્યએ હિંદુ-કેનેડિયન સમુદાયો સામે હિંસાની વધતી ઘટનાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

કેનેડામાં હિન્દુ ધર્મસ્થાનો પર સતત હુમલાઓ વચ્ચે એડમોન્ટનના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.

 હિંદુ અમેરિકન ફાઉન્ડેશને અહેવાલ આપ્યો છે કે BAPS સ્વામિનારાયણ મંદિર પર વહેલી સવારે ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.

તેમજ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના માટે ખાલિસ્તાની સમર્થકો પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે.