હિઝબુલ્લાહે ઈઝરાયલના હાઈફા શહેરમાં હુમલો કર્યો,10 લોકો ઘાયલ

હિઝબુલ્લાહે રાત્રે ઈઝરાયલના હાઈફા શહેરમાં હુમલો કર્યો હતો. અલજઝીરા અનુસાર, હિઝબુલ્લાહએ પ્રથમ વખત ઉત્તરી ઇઝરાયલના આ શહેરને નિશાન બનાવ્યું છે.

New Update
attc

હિઝબુલ્લાહે રાત્રે ઈઝરાયલના હાઈફા શહેરમાં હુમલો કર્યો હતો. અલજઝીરા અનુસાર, હિઝબુલ્લાહએ પ્રથમ વખત ઉત્તરી ઇઝરાયલના આ શહેરને નિશાન બનાવ્યું છે. આમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. છરા અને કાચથી લોકોને ઈજાઓ થઈ છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.હિઝબુલ્લાહે તિબેરિયાસ શહેર પર પણ હુમલો કર્યો હતો. આમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. સાથે જ હિઝબુલ્લાહએ કહ્યું કે તેણે ઈઝરાયેલના કાર્મેલ મિલિટરી બેઝને પણ નિશાન બનાવ્યું છે.

ઇઝરાયલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે રવિવારે લેબનોનથી 120 થી વધુ રોકેટ છોડ્યા હતા.લેબનનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયલી સૈનિકોનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ રવિવારે લેબનન બોર્ડર પર થયેલા હુમલામાં ઈઝરાયલનો એક સૈનિક માર્યો ગયો હતો. આ હુમલામાં બે જવાન પણ ઘાયલ થયા છે. મૃતક સૈનિકનું નામ માસ્ટર સાર્જન્ટ એટે અઝુલે (25) છે.

Latest Stories