હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી,નઈમ કાસિમને સંગઠનની જવાબદારી !

ઈઝરાયલના હુમલામાં હસન નસરાલ્લાહના મોતના 32 દિવસ બાદ હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી છે. મંગળવારે ઉપનેતા નઈમ કાસિમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી

New Update
Screenshot_2024-10-30-09-25-14-07_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
ઈઝરાયલના હુમલામાં હસન નસરાલ્લાહના મોતના 32 દિવસ બાદ હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી છે. મંગળવારે ઉપનેતા નઈમ કાસિમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી.હિઝબુલ્લાહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાસિમની આ પદ માટે પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેણે હંમેશા સંગઠનના સિદ્ધાંતોનું પાલન કર્યું છે. અલ્લાહ તેમને તેમના મિશનમાં સફળતાનો માર્ગ બતાવે.અત્યાર સુધી કાસિમ સંગઠનમાં નંબર 2 પર હતો.
નસરાલ્લાહના મૃત્યુ પછી કાસિમે જ લેબનનના લોકોને સંબોધિત કર્યા હતા. UAEના મીડિયા હાઉસ Irem News અનુસાર, તે ઈરાનમાં રહે છે.કાસિમે 5 ઓક્ટોબરે બેરૂત છોડી દીધું. તેમને ઈરાનના વિદેશ મંત્રીના વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના નેતાઓએ ઈઝરાયલના ડરથી કાસિમને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો.
Latest Stories