દક્ષિણ કોરિયાનાં અલગ અલગ જંગલોમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 16 લોકોના મોત

દક્ષિણ કોરિયાનાં અલગ અલગ જંગલોમાં ભીષણ આગ લાગી છે. અત્યારસુધી એમાં 16 લોકોનાં મોત થઈ ગયાં છે અને 19 લોકો દાઝ્યા છે. તેજ હવાના લીધે આગ વધુ ને વધુ પ્રચંડ બની રહી છે.

New Update
aaga
દક્ષિણ કોરિયાનાં અલગ અલગ જંગલોમાં ભીષણ આગ લાગી છે. અત્યારસુધી એમાં 16 લોકોનાં મોત થઈ ગયાં છે અને 19 લોકો દાઝ્યા છે. તેજ હવાના લીધે આગ વધુ ને વધુ પ્રચંડ બની રહી છે.
1300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર પણ બળીને રાખ થઈ ગયું છે.ભીષણ આગે અત્યારસુધી 43000 એકર જમીનને નષ્ટ કરી દીધી છે.
વહીવટીતંત્રે એન્ડોંગ અને અન્ય શહેરો અને નગરોના લોકોને તેમનાં ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ફાયર ફાઇટરો આગ ઓલવવામાં વ્યસ્ત છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણ સફળતા મળી નથી.શનિવારે સાન્ચેઓંગમાં લાગેલી આગમાં ચાર ફાયરમેનનાં મોત થયાં હતાં.
કાર્યકારી વડાપ્રધાન હાન ડુક-સૂએ કહ્યું છે કે આગને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમણે લોકોને સાવધાની જાળવવાનું પણ કહી દીધું છે.
Advertisment
Advertisment
Latest Stories