/connect-gujarat/media/media_files/2025/11/27/hong-kong-fire-2025-11-27-14-12-24.jpg)
હોંગકોંગના તાઈ પો જિલ્લાના વાંગ ફુક કોર્ટ નામના બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવાર બપોરે લાગી ગયેલી ભીષણ આગે શહેરને હચમચાવી નાખ્યું છે. આ વિનાશકારી ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અંદાજિત 300 લોકો હજુ સુધી ગુમ હોવાનું કહેવામાં આવે છે. મૃતકોમાં એક બહાદુર ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે, જે બચાવ કામગીરી દરમિયાન આગમાં સપડાયા હતા.
https://www.instagram.com/reel/DRi1m1zEe2J/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આગ લાગ્યા બાદ લગભગ 700 રહેવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. છતાં, આગ એટલી ઝડપથી અને વિકરાળ રીતે ફેલાઇ કે રેસ્ક્યૂ ટીમો માટે કામ વધુ મુશ્કેલ બન્યું. બપોરે લગભગ 2.51 વાગ્યે આગની શરૂઆત થતાં જ ધુમાડાના ઘેરા કાળા વાદળો આકાશમાં ફેલાઇ ગયા અને આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. આ સંકુલમાં કુલ 8 બ્લોક્સ અને 2000થી વધુ ફ્લેટ્સ આવેલા છે, જેના કારણે આગનું વ્યાપક પ્રમાણ વધારે પડ્યું. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર સર્વિસ વિભાગે તરત જ 'લેવલ-5 આલાર્મ ફાયર' જાહેર કરી, જે હોંગકોંગમાં આગની સૌથી ગંભીર શ્રેણી ગણાય છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગની બહાર સમારકામ માટે બાંધેલા વાંસના ઢાંચાઓને કારણે આગ ઝડપથી બીજા માળ અને બ્લોક્સ સુધી ફેલાઈ ગઈ. 767 ફાયરફાઇટર્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને પોલીસએ નજીકની ઇમારતો ખાલી કરાવી દીધી હતી. સલામતીના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ વિભાગે 30થી વધુ બસ રૂટ ડાયવર્ટ કર્યા છે, જેથી રેસ્ક્યૂ કામગીરીમાં અવરોધ ન ઉભો થાય. હાલ રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે અને અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.