/connect-gujarat/media/post_banners/e1efa5679e12c34fcd62f8abc0c1e0b034fa9f5af850ab4dbc1706df1040a2bb.webp)
પાકિસ્તાનના લાહોરમાં એક મહિલાની કુર્તી જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા. મહિલાની કુર્તી જોઈને લોકો એટલા ગુસ્સે થઈ ગયા કે તેને કસ્ટડીમાં લેવી પડી.
વાસ્તવમાં મામલો એ છે કે ઘણા લોકોએ દાવો કર્યો હતો કે મહિલાની કુર્તી પર કુરાનની કલમો લખવામાં આવી હતી. જ્યારે મહિલા એક રેસ્ટોરન્ટમાં પહોંચી તો તેનો ડ્રેસ જોઈને ભીડ ગુસ્સે થઈ ગઈ. હોટલમાં ટોળાએ મહિલાને ચારે બાજુથી ઘેરી લીધી હતી.
Woman in Pakistan is threatened with beheading for wearing a digital print shirt in Arabic.
The dress is from Ramadan collection in Saudi Arabia and has no Quran verses, but most Pakistanis can’t read Arabic.
pic.twitter.com/dpDdzdbvYe— The Poll Lady (@ThePollLady) February 25, 2024
પોલીસે મામલો સંભાળ્યો હતો
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન પોલીસે માહિતી આપી હતી કે મહિલા તેના પતિ સાથે ખરીદી કરવા ગઈ હતી. મહિલાના કપડા જોઈને રોષે ભરાયેલા ટોળાએ તેને પોતાની કુર્તી ઉતારવા કહ્યું. સદનસીબે, પંજાબ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.
પોલીસે પહેલા મહિલાને ભીડથી અલગ કરી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારી મહિલાને ભીડમાંથી બહાર લઈ જાય છે. તે જ સમયે, એએસપીની પણ સોશિયલ મીડિયા પર પ્રશંસા કરવામાં આવી રહી છે, જેમણે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિને કાબૂ બહાર થતી બચાવી.