/connect-gujarat/media/post_banners/63efb8936735c0c05e933135e53988df89fdffd51638b0e84f72987c008c6ef9.webp)
UKમાં રહેતી ભારતીય મૂળની એક ઉડિયા મહિલાએ સંબલપુરી સાડી પહેરીને મેરેથોન દોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મહિલાએ રવિવારે માન્ચેસ્ટરમાં 42.5 કિમીની મેરેથોન 4 કલાક 50 મિનિટમાં પૂરી કરી હતી. તે UKની બીજી સૌથી મોટી મેરેથોન છે.
સાડી પહેરીને રેસમાં દોડતી એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. મહિલાનું નામ મધુસ્મિતા જેના દાસ છે. તેમની ઉંમર 41 વર્ષની છે. જોકે, એક ટ્વિટર યુઝરે મધુસ્મિતાને સાડી પહેરીને મેરેથોનમાં દોડતી જોઈ. તેણે સોશિયલ મીડિયા પર ઈવેન્ટની તસવીર શેર કરી અને લખ્યું, UKના માન્ચેસ્ટરમાં રહેતી એક ઉડિયા UKની બીજી સૌથી મોટી મેરેથોન 'માન્ચેસ્ટર મેરેથોન 2023'માં સાંબલપુરી સાડી પહેરીને દોડી! આ એક ખૂબ જ સુંદર ક્ષણ છે. સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે.