New Update
/connect-gujarat/media/post_banners/b7eed86355d7048f8d5a64b1e6f80dceeb2263bf9dff545e747387a38ea5d7ba.webp)
ફ્રાંસની રાજધાની પેરિસમાં ગોળીબારી થઇ છે. પોલીસ સૂત્રો અનુસાર ફાયરિંગ સેન્ટ્રલ પેરિસમાં થઇ છે. આ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે. સૂત્રો અનુસાર એકનું મોત થયું છે. જ્યારે 2 લોકો ગંભીરરૂપે ઘાયલ થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર આ આરોપીની ઉંમર 70ની આસપાસ નોંધાઇ છે.
આ ફાયરિંગ પેરિસનાં Rue d'Enghien પરનાં એક સાંસ્કૃતિક કેન્દ્રમાં થઇ છે. આ ગોળીબારીમાં માહિતી અનુસાર 2 લોકોનું મોત થયું છે જ્યારે વધુ લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત છે. પેરિસ પોલીસે ટ્વીટર પર કહ્યું કે એક અભિયાન ચાલુ છે જેમાં જનતા પાસે ક્ષેત્ર બચાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. પેરિસનાં ગારે ડુ નોર્ડ સ્ટેશનની પાસે એક સામુદાયિક કેન્દ્રમાં આપાતકાલીન સેવાઓને પહોંચાડવામાં આવ્યું છે.
Latest Stories