Connect Gujarat
દુનિયા

ઇન્ડોનેશિયા : એકસાથે 78 યાત્રિકોને લઇ જઇ રહેલી સ્પીડ બોટ ડૂબતા 11નાં મોત, 9 લાપતા

સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ હતી. ઈન્ડોનેશિયામાં આ ઘટના બાદ પેકનબારુ સર્ચ અને રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઇન્ડોનેશિયા : એકસાથે 78 યાત્રિકોને લઇ જઇ રહેલી સ્પીડ બોટ ડૂબતા 11નાં મોત, 9 લાપતા
X

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયાથી એક મોટા અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહી 78 લોકોને લઈને જતી એક સ્પીડબોટ ડૂબી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. એક ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટના શુક્રવારે (28 એપ્રિલ) વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ જૂથો પાસે બની હતી. સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ હતી. ઈન્ડોનેશિયામાં આ ઘટના બાદ પેકનબારુ સર્ચ અને રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

એજન્સી ચીફ ન્યોમન સિધાકાર્યએ જણાવ્યું કે 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે દુર્ઘટનાનો ભોગ બનેલા મોટા ભાગના મહિલાઓ અને બાળકો છે. ન્યોમન સિદ્ધકાર્યના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ અત્યાર સુધીમાં 58 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમના સિવાય પણ ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તણાઈને બેહોશ થઈ ગયા હતા. હજુ પણ ઘણા લોકોની શોધ ચાલુ છે.

Next Story