ઇરાકી સેનાએ લશ્કરી કાર્યવાહીમાં ISISના સિરિયા ચીફ અબુ ખદીજાને ઠાર માર્યો !

ઇરાકી સેનાએ લશ્કરી કાર્યવાહીમાં ISISના સિરિયા ચીફ અબુ ખદીજાને ઠાર માર્યો. શુક્રવારે ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ આ વાતની પુષ્ટિ કરી

New Update
issia

ઇરાકી સેનાએ લશ્કરી કાર્યવાહીમાં ISISના સિરિયા ચીફ અબુ ખદીજાને ઠાર માર્યો. શુક્રવારે ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ આ વાતની પુષ્ટિ કરી હતી. આ સમગ્ર કામગીરીમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધને પણ સહયોગ આપ્યો હતો.પ્રધાનમંત્રી સુદાનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'અબુ ખદીજા ઇરાક અને વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક હતો.

'એક સમયે ઇરાક અને સિરિયાના મોટા ભાગો પર કબજો જમાવનાર ISIS હવે ફરીથી સંગઠિત થવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2014માં અબુ બકર અલ-બગદાદીએ ઇરાક અને સિરિયાના મોટા ભાગમાં ખિલાફતની ઘોષણા કરી હતી, પરંતુ 2019માં યુએસ લશ્કરી કાર્યવાહીમાં તે માર્યો ગયો. આ પછી સંગઠનનું પતન શરૂ થયું.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ સિરિયામાં ISIS અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી જૂથોના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આમાં 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા. US સેનાએ કહ્યું હતું કે, તેમણે સિરિયામાં બે અલગ અલગ દિવસોમાં આ કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories