બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો વિરોધ કરવા બદલ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની કરાઇ ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો વિરોધ કરવા બદલ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ (ISKCON Chinmay Krishna Das arrest) કરવામાં આવી છે.

New Update
sant

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો વિરોધ કરવા બદલ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ (ISKCON Chinmay Krishna Das arrest) કરવામાં આવી છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ઢાકા એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરી છે.

ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજી હતી. માનવામાં આવે છે કે તેના કારણે ચિન્મય કૃષ્ણ પ્રભુ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેલીમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને સતત હેરાન કરી રહી છે. BNPના સમર્થન સાથે કટ્ટરપંથી જમાત એ ઈસ્લામી ખુલ્લેઆમ ઈસ્કોન અને ઈસ્કોનના ભક્તોને મારી નાખવાની ધમકી આપી રહી છે. તેની સામે બાંગ્લાદેશ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુએ સરકાર પર બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને હિન્દુઓમાં ભાગલા પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.