ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુની તબિયત બગાડતાં કરાયા હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની ફરિયાદ, ડોક્ટરોએ કહ્યું- હવે તબિયત સારી

New Update
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુની તબિયત બગાડતાં કરાયા હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની ફરિયાદ, ડોક્ટરોએ કહ્યું- હવે તબિયત સારી

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને શનિવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, અસ્વસ્થતા અનુભવ્યા બાદ તેમને તેલ હાશોમેરની શેબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રોઇટર્સના અહેવાલો અનુસાર, નેતન્યાહુ જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ ભાનમાં હતા. 

તેઓને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં લઈ જવાયા. તબીબોએ જણાવ્યું કે હાલ તેમની તબિયત સારી છે. 'ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ'ના અહેવાલ મુજબ, તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ પહેલા 5 ઓક્ટોબર 2022ના રોજ તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Latest Stories