ઇઝરાયેલી સેના મેરૂન અલ-રાસમાં ઘુસી,8 સૈનિકોના મોત,3 ટેન્કનો નાશ

લેબનનના દક્ષિણી ક્ષેત્રમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલી જમીની લડાઇમાં બુધવારે (2 ઓક્ટોબર) ઇઝરાયલની સેના મેરૂન અલ-રાસ ગામની 2 કિમીની અંદર

New Update
israil

લેબનનના દક્ષિણી ક્ષેત્રમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલી જમીની લડાઇમાં બુધવારે (2 ઓક્ટોબર) ઇઝરાયલની સેના મેરૂન અલ-રાસ ગામની 2 કિમીની અંદર પહોંચી ગઈ. બીબીસીના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના સૈનિકોએ અહીં હિઝબુલ્લાહ લડવૈયાઓ સાથે પણ એન્કાઉન્ટર કર્યું હતું.આ સામસામે લડાઈમાં અત્યાર સુધીમાં 8 ઈઝરાયલી સૈનિકોના મોત થયા છે, જ્યારે 18 ઘાયલ થયા છે.

હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલની 3 ટેન્કને પણ નષ્ટ કરી દીધી છે.ઇઝરાયલ લેબનનમાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ, ઈરાન અને યમનમાં હુથીઓ સામે લડી રહ્યું છે. મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયલ પર 200 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જો કે ઈઝરાયલના કહેવા પ્રમાણે ઈરાને તેના પર 180 મિસાઈલોથી હુમલો કર્યો હતો.ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું કે આ હુમલામાં મોસાદ હેડક્વાર્ટર, નેવાટિમ એરબેઝ અને ટેલ નોફ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાનની મોટાભાગની મિસાઈલો ઈઝરાયલની સંરક્ષણ પ્રણાલી દ્વારા નાશ પામી હતી.

Latest Stories