/connect-gujarat/media/media_files/2025/01/22/9cZXJAx8XIEBMQWqaRC4.jpg)
ગાઝામાં તાજેતરમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યાના બે દિવસ પછી ઇઝરાયલે પશ્ચિમ કાંઠાના જેનિન કેમ્પમાં એક મોટું લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. 'આયરન વૉલ' નામના આ ઓપરેશનમાં ઇઝરાયેલી સેનાએ અત્યાર સુધીમાં 10 પેલેસ્ટિનિયનોને મારી નાંખ્યા છે, જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીને 'આતંકવાદને નાબૂદ કરવા' તરફનું નિર્ણાયક પગલું ગણાવ્યું છે.
વડાપ્રધાન નેતન્યાહૂના મતે, ''આયરન વૉલ'' ઓપરેશનનો ઉદ્દેશ્ય જેનિનમાં આતંકવાદને ખતમ કરવાનો છે. આ કામગીરીમાં ઇઝરાયલી સેના, પોલીસ અને સુરક્ષા એજન્સી શિન પેટ સામેલ છે. પશ્ચિમ કાંઠે વધતા તણાવ અને આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.હમાસે પશ્ચિમ કાંઠાના લોકો અને ક્રાંતિકારી યુવાનોને ઇઝરાયેલી અભિયાન સામે સંઘર્ષને સંગઠિત અને તીવ્ર બનાવવા હાકલ કરી છે. ઇસ્લામિક જેહાદની સશસ્ત્ર પાંખ અલ કુદ્સ બ્રિગેડ્સે પણ ઇઝરાયલી સૈનિકો પર ગોળીબારની પુષ્ટિ કરી અને પશ્ચિમ કાંઠે ઇઝરાયલી અભિયાનનો પ્રતિકાર કરવાની હાકલ કરી.