New Update
/connect-gujarat/media/post_banners/947d4565fcc58ac69696688847560e9db18409af3613f2e9f64b79d36f23ec30.webp)
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન ઇઝરાયેલ પ્રવાસે આવ્યા હતા. તેમણે નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યુએસ પ્રમુખ જો બાઇડેન તેલ અવીવમાં ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે અમેરિકા ગાઝા અને પશ્ચિમ કાંઠે રહેતા લોકોને માનવતાવાદી સહાય તરીકે $ 100 મિલિયનનું ભંડોળ પૂરું પાડશે.
ઉપરાંત બાઇડેને કહ્યું, મોટાભાગના પેલેસ્ટિનિયન હમાસ નથી. હમાસ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. હમાસ ગાઝામાં નિર્દોષ, નાગરિકો-પરિવારોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે. પેલેસ્ટિનિયન લોકો પણ ખૂબ પીડાય છે. ગઈકાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા પ્રચંડ હુમલાથી હું દુઃખી થયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ સ્પષ્ટપણે સંઘર્ષ દરમિયાન નાગરિક જીવનના રક્ષણ માટે ઊભું છે.
Latest Stories