Connect Gujarat
દુનિયા

અમેરિકામાં કિર્તીદાને છેડ્યું 'લીલી લીંબડી રે...' ગીત અને મહિલાઓએ કરી ડોલરની વર્ષા

એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મના ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા.

X

લોક ગાયક કિર્તીદાન ગઢવી અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના એટલાન્ટામાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં તેમના એક ગીત પર અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરત થઈ રહ્યો છે.

એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મના ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલા સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતી ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. કહેવત છે કે, જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યા સદાકાળ ગુજરાત, મહત્વનું છે ગુજરાતમાં પણ અવારનવાર લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો જોવા મળે છે ત્યારે આ પરંપરા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જાળવી રાખી છે. અમેરિકામાં રૂપિયા નહીં, પણ ડોલરનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો.

Next Story