અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લગભગ 25 લોકોના મોત થયા છે. આ સિવાય નૂરગારમ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. માહિતી અને સંદેશાવ્યવહારના વડા મોહમ્મદ અબ્દુલ્લા જાને આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, ભારે વરસાદને કારણે નૂરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં ઘણા પર્વતો સરકી ગયા છે. જેના કારણે પ્રજાના નાણાંનું મોટું નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં 15 થી 20 જેટલા મકાનો ધરાશાયી થયા છે.
સંદેશાવ્યવહાર વડાએ વધુમાં જણાવ્યું કે તાજેતરના વરસાદને કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય વડા જમીઉલ્લા હાશિમીએ એએફપીને જણાવ્યું હતું કે, "હજી પણ બરફ પડી રહ્યો છે. બચાવ કામગારી ચાલુ છે અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે."હિમસ્ખલન રવિવારે રાતોરાત નુરિસ્તાનની તાતીન ખીણમાં નાકરે ગામમાંથી વહી ગયું હતું, જેના કારણે ઘરો બરફ અને કાટમાળમાં ઢળી પડ્યા હતા. હાશિમીએ ઉમેર્યું કે લગભગ 20 ઘરો નાશ પામ્યા હતા અથવા ભારે નુકસાન થયું હતું.