કુદરતી આફત સામે માનવી લાચાર : ક્યાંક વાદળ ફાટ્યા તો ક્યાંક ભૂસ્ખલન, કાશ્મીરથી પંજાબ સુધી પાણી પાણી
દેશના ઘણા ભાગોમાં વરસાદ ભારે તબાહી જેવો વરસી રહ્યો છે. પહાડી રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓએ લોકોને ડરાવી દીધા છે.
દેશના ઘણા ભાગોમાં વરસાદ ભારે તબાહી જેવો વરસી રહ્યો છે. પહાડી રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓએ લોકોને ડરાવી દીધા છે.
સેનાના વાહન પર એક પથ્થર પડ્યો. તેનાથી વાહનને નુકસાન થયું. વાહનમાં બે અધિકારીઓ શહીદ થયા અને ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભૂસ્ખલન અને વરસાદથી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા મંડી ગયા હતા. ત્યારે અચાનક ભૂસ્ખલન થયું
ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય.
ભૂસ્ખલનમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) એ સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવ્યા
હિમાચલના ઘણા ભાગોમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ શિમલાના જાટોદમાં એક પિકઅપ વાહન પર કાટમાળ પડ્યો હતો, જેના કારણે વાહન સંપૂર્ણપણે નુકસાન થયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ પછી પૂરનો સામનો કરી રહેલા પૂર્વોત્તર રાજ્યોને શક્ય તેટલી મદદની ઓફર કરી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચિત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
સિક્કિમના ચટ્ટનમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ઘરોને ભારે નુકસાન થયું હતું. આ ભૂસ્ખલનમાં ત્રણ જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ગુમ પણ છે