પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લામાં મોટો આતંકવાદી હુમલો, 39 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લામાં મોટો આતંકવાદી હુમલો થયો. બંદૂકધારીઓએ પેસેન્જર ગાડી પર તાબડતોડ ફાયરિંગ કરી દીધું. જેમાં 39 લોકોના

New Update
accident gujart
Advertisment

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લામાં ગુરુવારે મોટો આતંકવાદી હુમલો થયો. કહેવાય છે કે, બંદૂકધારીઓએ પેસેન્જર ગાડી પર તાબડતોડ ફાયરિંગ કરી દીધું. જેમાં 39 લોકોના મોત થઈ ગયા, જ્યારે 10થી વધારે ઘાયલ થઈ ગયા. પાકિસ્તાન સ્થિત બિઝનેસ રેકોર્ડરે આ જાણકારી આપી છે. અત્યાર સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી. આ ઉપરાંત પાકિસ્તાનમાં ગત પાછલા થોડાક મહિનામાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. 

હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં છેલ્લા થોડાક મહિનામાં આતંકવાદી હુમલામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. મુખ્યત્વે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં. રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ ઘટનાની નિંદા કરી અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ઘટના માટે જવાબદાર લોકોને આકરી સજા આપવી જોઈએ. તેમણે આગળ આગ્રહ કર્યો કે ઘાયલોને સમય પર મેડિકલ મદદ કરવામાં આવે.

Latest Stories