બેંગકોકમાં લકઝરી હયાત હોટલમાં હત્યાકાંડ, એક પછી એક 6 લોકોના મૃતદેહ મળી આવ્યા !

દુનિયા | સમાચાર, થાઈલેન્ડની રાજધાની બેંગકોકની એક હોટેલમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ વિયેતનામના નાગરિક છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

park
New Update

થાઈલેન્ડની રાજધાની બેંગકોકની એક હોટેલમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ વિયેતનામના નાગરિક છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આમાંથી બે લોકો અમેરિકાની બેવડી નાગરિકતા પણ ધરાવે છે.આ ઘટના મધ્ય બેંગકોકની લક્ઝરી હોટેલ હયાતમાં બની હતી. સ્થાનિક મીડિયા દાવો કરી રહ્યું છે કે, હોટેલની અંદર ફાયરિંગ થયું છે. જોકે પોલીસે આ વાતને નકારી કાઢી છે. તેમને ગોળીબારના કોઈ પુરાવા મળ્યા નથી.

હાલ પોલીસ તમામ છ લોકોની ઝેર પીને હત્યા કરવાના એંગલથી તપાસ કરી રહી છે.બેંગકોક પોલીસ કમિશનરે જણાવ્યું કે, આ તમામ છ લોકોએ 24 કલાક પછી પણ હોટેલમાંથી ચેકઆઉટ કર્યું નથી. આ પછી હોટેલના સ્ટાફે જઈને તપાસ કરી તો પાંચમા માળે બધા મૃત હાલતમાં મળી આવ્યા.મૃતકોના શરીર પર કોઈપણ પ્રકારની હિંસાના નિશાન જોવા મળ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ચોરીનો મામલો પણ નથી લાગતો. પોલીસને મૃતકના રૂમની અંદરના કપમાંથી સફેદ પાવડરના નિશાન મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે તે ઝેર હોઈ શકે છે.

#થાઈલેન્ડ
Here are a few more articles:
Read the Next Article