/connect-gujarat/media/media_files/2025/03/11/54XWBwvkdfbdmOq8VMl0.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના પ્રવાસે છે. આ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાને પીએમ મોદીને તેમના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રૈંડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશનથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય છે. અત્યાર સુધી 21 દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે.
PM મોદી મોરેશિયસની બે દિવસીય મુલાકાતે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખુલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. મંગળવારે સવારે બે દિવસની રાજકીય મુલાકાતે મોરેશિયસ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ 'સ્ટેટ હાઉસ' ખાતે ગોખુલને મળ્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, મોરેશિયસના રાષ્ટ્રપતિ મહામહિમ ધરમબીર ગોખુલ સાથે ખૂબ જ સારી બેઠક થઈ. તેઓ ભારત અને ભારતીય સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છએ. મોરેશિયના રાષ્ટ્રીય દિવસની ઉજવણીનો ભાગ બનવા માટે મને આમંત્રણ આપવા બદલ મેં આભાર વ્યક્ત કર્યો. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી.
PM મોદીએ મોરેશિયસના વડાપ્રધાનને ખાસ ભેટ આપી
આ પહેલા વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન, બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના વિશેષ અને નજીકના દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા પર વિચારો પર આદાન-પ્રદાન કર્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમણે બંને દેશો વચ્ચેના સહિયારા ઈતિહાસ અને બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સંબંધોને યાદ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં બીજી વખત મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવી તેમના માટે સન્માનની વાત છે. વડા પ્રધાન મોદીએ વિશેષ સન્માન તરીકે રાષ્ટ્રપતિ ગોખુલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખુલને OCI કાર્ડ આપ્યા હતા. તેમણે મહાકુંભમાંથી પિત્તળ અને તાંબાના વાસણોમાં સંગમનું પવિત્ર જળ રાષ્ટ્રપતિ ગોખુલને ભેટ સ્વરૂપે આપ્યું હતું. મોદીએ બિહારનું સુપરફૂડ મખાના પણ ગોખુલને ભેટ કર્યું હતું.