Connect Gujarat
દુનિયા

ન્યૂઝીલેન્ડમાં મહિલા વર્લ્ડકપ ફૂટબોલ શરૂ થતા પહેલા જ ફાયરિંગ, 3 ના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત....

ન્યૂઝીલેન્ડમાં મહિલા વર્લ્ડકપ ફૂટબોલ શરૂ થતા પહેલા જ ફાયરિંગ, 3 ના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત....
X

ન્યૂઝીલેન્ડના મધ્ય ઓકલેન્ડ શહેરમાં મહિલા ફીફા વર્લ્ડકપ ફૂટબોલ શરુ થવાના ગણતરીના કલાકો પહેલા થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ગોળીબાર કરનાર અજાણ્યા વ્યક્તિને સ્થળ પર જ ઢાળી દીધો હતો.

આ ફાયરિંગમા 6 લોકોને ઈજા પણ પહોચી છે. ફાયરિંગની ઘટના એક બાંધકામ સાઈટ પર થઈ હતી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ હિપ્નિકસે આ ફાયરિંગને આતંકી ઘટના નથી ગણાવી. તેમણે કહ્યુ હતુ કે, શૂટઆઉટને રાજકીય રીતે કે કોઈ ચોક્કસ વિચારધારાની રીતે જોવાની જરુર નથી. મરનાર શૂટર પાસેથી પોલીસને બીજા હથિયારો પણ મળી આવ્યા છે.

પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે સ્થિતિ તરત કાબૂમાં આવી ગઈ હતી. હુમલાખોર પોલીસ પર ફાયરિંગ કરી રહ્યો હોવાથી પોલીસ માટે વળતુ ફાયરિંગ કરવા સીવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. ફૂટબોલ વર્લ્ડકપ માટે ભાગ લેવા આવેલી તમામ ટીમો સુરક્ષિત છે. તેમણે કહ્યુ હતુ કે, ટુર્નામેન્ટ યથાવત રીતે જ ચાલુ રહેશે.

આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો નથી. ઓકલેન્ડના મેયર વેન બ્રાઉને પણ કહ્યુ હતુ કે, ખેલાડીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે.

Next Story