Connect Gujarat
દુનિયા

નાઈજીરિયા : કડુની મસ્જિદમાં નમાજ પઢી રહેલા લોકો પર હુમલાખોરોએ વરસાવી ગોળીઓ, 7 લોકોના મોત....

નાઈજિરિયાના ઉત્તર પશ્ચિમ હિસ્સામાં છેલ્લા ત્રણ વર્ષથી હથિયારધારી ગેંગોએ આતંક મચાવી રાખ્યો છે

નાઈજીરિયા : કડુની મસ્જિદમાં નમાજ પઢી રહેલા લોકો પર હુમલાખોરોએ વરસાવી ગોળીઓ, 7 લોકોના મોત....
X

આતંકવાદની આગમાં સળગી રહેલા આફ્રિકન દેશ નાઈજિરિયાના ઉત્તર પશ્ચિમમાં આવેલા કડુના નામના રાજ્યની એક મસ્જિદમાં નમાઝ પઢી રહેલા લોકો પર થયેલા ફાયરિંગમાં સાતના મોત થયા છે.સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે હથિયારોથી સજ્જ લોકોની એક ગેંગે મસ્જિદ પર હુમલો કર્યો હતો.આ હુમલો શુક્રવારની મોડી રાત્રે કરવામાં આવ્યો હતો.આ સમયે મસ્જિદમાં નમાઝ પઢવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.હુમલામાં સેંકડો લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નાઈજિરિયાના ઉત્તર પશ્ચિમ હિસ્સામાં છેલ્લા ત્રણ વર્ષથી હથિયારધારી ગેંગોએ આતંક મચાવી રાખ્યો છે.હજારો લોકોનુ અત્યાર સુધીમાં અપહરણ કરવામાં આવ્યુ છે.કેટલાય લોકોની હત્યાઓ થઈ છે.દેશના આ હિસ્સામાં કેટલાક રસ્તાઓ તો મુસાફરી કરવા માટે પણ અસલામત બની ચુકયા છે. નાઈજિરિયાના સુરક્ષા દળો માટે આ હુમલા પરેશાની વધારી રહ્યા છે.કારણે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા 14 વર્ષથી ચાલી રહેલા ઈસ્લામી વિદ્રોહનો પણ સુરક્ષાદળો સામનો કરી રહ્યા છે.દક્ષિણ પૂર્વ રાજ્યોમાં પણ ભાગલાવાદી સંગઠનોના હુમલા વધી રહ્યા છે.નાઈજિરિયામાં બોકો હરામ નામનુ આતંકી સંગઠન પણ સક્રિય છે.જે છાશવારે સામૂહિક અપહરણની અને આતંકી હુમલાઓની ઘટનાઓને અંજામ આપતુ હોય છે.

Next Story