/connect-gujarat/media/post_banners/659fc81bbc2ca5110f7c2536243d0ddb27a8a88037ea083f457876d5c7268d7a.webp)
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ 17 અને 18 માર્ચની મધ્યરાત્રિએ તેમના બે વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં આઠ લોકોનાં મોત થયા હતા.બીજી તરફ પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અફઘાનિસ્તાન શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઓપરેશન વજીરિસ્તાનના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. જેમાં એક આતંકી કમાન્ડર સહિત 8 લોકો માર્યા ગયા હતા.પાકિસ્તાની અખબાર 'ધ ડોન'ના અહેવાલમાં આ ઘટના અંગે અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકવામાં આવ્યો છે. મુજાહિદે કહ્યું - રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગ્યે, અમારા ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની એરફોર્સના ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો. આ રહેણાંક વિસ્તારો હતા. 8 લોકોનાં મોત. પાકિસ્તાને સામાન્ય અફઘાન લોકોને નિશાન બનાવ્યા છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.