ભારતની જીત પર પાકિસ્તાને પાઠવ્યા અભિનંદન, ટ્રેન્ડ થયું Congratulations Neighbors…..

New Update
ભારતની જીત પર પાકિસ્તાને પાઠવ્યા અભિનંદન, ટ્રેન્ડ થયું Congratulations Neighbors…..

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી ઉપલબ્ધિ છે. મિશનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી હતી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોની નજર તેના પર ટકેલી હતી. દરેક વ્યક્તિ સ્પેસ એજન્સી ઈસરોની મહેનતની પ્રશંસા કરી રહી છે. આ પ્રસંગે પાકિસ્તાનીઓએ પણ ભારતને અભિનંદન પાઠવ્યા છે. અભિનંદન પડોશીઓ ( Congratulations Neighbors ) સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે. ઉસ્બાહ મુનેમ નામના યુઝરે કહ્યું, 'અભિનંદન પાડોશીઓ ( Congratulations Neighbors ), તેમાં કોઈ શંકા નથી કે તમે ટેક્નોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો.'

Latest Stories