પાકિસ્તાનને મળ્યા નવા વચગાળાના વડાપ્રધાન, બલૂચિસ્તાનના સેનેટર અનવર ઉલ હક કાકરને પ્રતિષ્ઠિત પદ અપાયું.

પાકિસ્તાનમાં આર્થિક હાલત કફોડી બનતાં શાહબાઝ શરીફની સરકાર પર જોખમ ઊભું થયું હતું અને સરકારની નિષ્ફળતા, વિપક્ષોનો સતત વિરોધ થતો હતો.

New Update
પાકિસ્તાનને મળ્યા નવા વચગાળાના વડાપ્રધાન, બલૂચિસ્તાનના સેનેટર અનવર ઉલ હક કાકરને પ્રતિષ્ઠિત પદ અપાયું.

પાકિસ્તાનમાં આર્થિક હાલત કફોડી બનતાં શાહબાઝ શરીફની સરકાર પર જોખમ ઊભું થયું હતું અને સરકારની નિષ્ફળતા, વિપક્ષોનો સતત વિરોધ થતો હતો. આમ પણ 12 ઓગસ્ટે શાહબાઝ શરીફનો કાર્યકાળ પૂરો થતો હતો. એવામાં શાહબાઝ શરીફ રાજરમત રમી ગયા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે અને કહ્યું- બુધવારે હું રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બ્લી ભંગ કરવાની ભલામણ અને સમરી મોકલીશ. શાહબાઝે આના 3 દિવસ પહેલાં નેશનલ એસેમ્બ્લી (આપણી લોકસભાની જેમ) ભંગ કરવાની વાત કરીને રાજકીય ગરમાવાને હવા આપી અને રાજીનામું પણ આપ્યું. આના પગલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બ્લીના વિસર્જનની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે રાજીનામું આપ્યું હતું અને પાકિસ્તાનમાં નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વચગાળાના વડાપ્રધાન નિયુક્ત કરવા જણાવ્યું હતું. આજે વિપક્ષી નેતા રાજા રિયાઝે બલૂચિસ્તાનના નેતા અનવર ઉલ હકના નામનો પ્રસ્તાવ રજૂ કરતાં પાકિસ્તાનને નવા કેરટેકર પ્રધાનમંત્રી મળ્યા છે. જોકે આ નામથી શાહબાઝ શરીફ નારાજ થયા છે.

#Connect Gujarat #BeyondJustNews #World #Pakistan #Prime Minister #new interim #Balochistan Senator #Anwar ul Haq Kakar
Latest Stories