પાકિસ્તાન: પેશાવરમાં બે બ્લાસ્ટ બાદ બંદૂકધારીનો હુમલો, અથડામણમાં 3 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં શનિવાર સાંજે પેરામિલિટ્રી ફોર્સના હેડક્વાર્ટર પર ભયાનક હુમલો થયો, જેને કારણે આખો વિસ્તાર દહેશતમાં સપડાયો છે.

New Update
pakistan

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં શનિવાર સાંજે પેરામિલિટ્રી ફોર્સના હેડક્વાર્ટર પર ભયાનક હુમલો થયો, જેને કારણે આખો વિસ્તાર દહેશતમાં સપડાયો છે.

સ્થાનિક સૂત્રો અનુસાર પ્રથમ બે શક્તિશાળી વિસ્ફોટોના અવાજ સાથે સમગ્ર વિસ્તાર કંપાઈ ગયો, અને ત્યારબાદ સશસ્ત્ર હુમલાખોરે હેડક્વાર્ટર તરફ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં ફાયરિંગ અને દોડધામની સ્થિતિ સ્પષ્ટ દેખાય છે. પ્રાથમિક માહિતી મુજબ આતંકી હૂમલાખોરોમાંથી એકે હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો, જેના બાદ ફાયરિંગનો જંગી રાઉન્ડ શરૂ થયો.

હાલ પેરામિલિટ્રી હેડક્વાર્ટર આસપાસ ભારે સુરક્ષા તહેનાત છે અને સુરક્ષા દળો તથા હુમલાખોરો વચ્ચે અથડામણ યથાવત છે. અહેવાલો અનુસાર અત્યાર સુધી બે આતંકી ઠાર મારાયા હોવાની પુષ્ટિ મળી છે, જ્યારે અન્ય હુમલાખોરોની શોધ અને નિકાલ માટે ઑપરેશન ચાલુ છે. ઘટનાની ગંભીરતા એટલી વધારે છે કે ઘાયલ અને મૃતકોની સંખ્યા અંગે સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

પેશાવરના સ્થાનિક મીડિયા સદ્ધંતોમાં જણાવાયું છે કે અત્યાર સુધી કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક આત્મઘાતી હુમલાખોર, એક અન્ય આતંકી અને એક નાગરિકનો સમાવેશ થાય છે. કેટલાક અહેવાલોમાં ત્રણ સુરક્ષાકર્મીઓના મોતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પછી પેશાવરના અનેક વિસ્તારોમાં ઉચ્ચ ચેતવણી જારી કરવામાં આવી છે.

આ હુમલાએ પાકિસ્તાનમાં વધતી આતંકી પ્રવૃત્તિઓને ફરી ચર્ચામાં લાવી છે, ખાસ કરીને પેશાવર જે અગાઉ પણ અનેક આતંકી હુમલાઓનો ભોગ બનેલું છે. સુરક્ષા એજન્સીઓએ હમલા પાછળ સક્રિય આતંકી સંગઠનોની સંડોવણીની તપાસ શરૂ કરી છે અને હેડક્વાર્ટર વિસ્તારમાં ક્લિયરન્સ ઑપરેશન ચાલુ હોવાનું જણાવ્યું છે.

Latest Stories