પાકિસ્તાની સુરક્ષા દળોનો દાવો ટ્રેન હાઇજેક પૂરું, 33 લબુચ લડવૈયાઓ ઠાર મરાયા

બુધવારે રાત્રે 9:30 વાગ્યે પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે ટ્રેન હાઇજેક પૂરું થઈ ગયું છે. સુરક્ષા દળોએ 33 બલૂચ લડવૈયાઓને ઠાર માર્યા છે.

New Update
paki 1

બુધવારે રાત્રે 9:30 વાગ્યે પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે ટ્રેન હાઇજેક પૂરું થઈ ગયું છે. સુરક્ષા દળોએ 33 બલૂચ લડવૈયાઓને ઠાર માર્યા છે. આ કાર્યવાહીમાં કેટલાક બંધકો પણ માર્યા ગયા છે.બાકીના બધા બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે આપણા સૈનિકોએ ઘણા બળવાખોરોને નર્કમાં મોકલી દીધા છે.

સમાચાર એજન્સી AFP એ પાકિસ્તાની સેનાને ટાંકીને જણાવ્યું છે કે, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 27 ફરજ બજાવતા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે બચાવ કામગીરી દરમિયાન 1 સૈનિકનું મોત થયું હતું. જ્યારે બલૂચ લિબરેશન આર્મી (BLA)નો દાવો છે કે તેણે બે દિવસમાં 100 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે.ટ્રેન હાઇજેક ઓપરેશન લગભગ 36 કલાક સુધી ચાલ્યું. આમાં 450 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાના અધિકારીએ જણાવ્યું કે 346 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે.

Advertisment
Latest Stories