/connect-gujarat/media/media_files/2025/03/10/rNsCrSNXN2C2KQ0AcyOL.jpg)
પેલેસ્ટિનિયન સમર્થકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટિશ ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ ટ્રમ્પના ગાઝા પર કબજો કરવા અને તેને ફરીથી વસાવવાના નિવેદનના જવાબમાં કરવામાં આવી હતી.પેલેસ્ટાઇન એક્શન નામના જૂથે રિસોર્ટની દિવાલો પર લાલ રંગમાં ટ્રમ્પ માટે અપશબ્દો અને ગાઝાના સમર્થનમાં સૂત્રો દોર્યા હતા,
જેમાં 'ફ્રી ગાઝા' 'ફ્રી પેલેસ્ટાઇન'નો સમાવેશ થાય છે.આ ઉપરાંત ગોલ્ફ કોર્સના લીલા ઘાસ પર લાલ રંગમાં 'ગાઝા વેચાણ માટે નથી' લખેલું હતું. ગોલ્ફ કોર્સમાં ખાડા પણ ખોદ્યા. આ જૂથે રિસોર્ટની બારીઓ અને ઘણી લાઇટો પણ તોડી નાખી હતી.ગ્રુપે એક પોસ્ટમાં લખ્યું, 'પેલેસ્ટાઇન એક્શન ગ્રુપ આજે બ્રિટનના સૌથી મોંઘા ગોલ્ફ કોર્સ પર પહોંચ્યું. આ ટ્રમ્પનું ટર્નબેરી ગોલ્ફ રિસોર્ટ છે. એવા સમયે જ્યારે યુએસ વહીવટીતંત્ર ઇઝરાયલને હથિયાર આપી રહ્યું છે અને ગાઝામાં વંશીય સફાઇની યોજના બનાવી રહ્યું છે, ત્યારે સામાન્ય લોકો ચૂપ રહી શકતા નથી.'