તમામ EVM મતોને VVPAT સાથે મેચ કરવા માંગ કરતી સુપ્રીમમાં અરજી, કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

New Update
તમામ EVM મતોને VVPAT સાથે મેચ કરવા માંગ કરતી સુપ્રીમમાં અરજી, કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

VVPAT મશીનની સ્લિપથી ચૂંટણીમાં તમામ EVMના મતોની ગણતરી કરવાની માગણી કરતી અરજી પર સોમવારે (1 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.

આ મામલે હવે 17 મેના રોજ સુનાવણી થશે.વાસ્તવમાં કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલે ઓગસ્ટ 2023માં અરજી દાખલ કરી હતી. તેમના વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું- EVMમાં પડેલા તમામ મત VVPAT સ્લિપ સાથે મેળ ખાતા હોવા જોઈએ. હાલમાં મતવિસ્તારના રેન્ડમ 5 EVM VVPAT સાથે મેચ થાય છે.આ સિવાય અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદારોને VVPAT સ્લિપની ફિઝિકલ વેરિફિકેશન કરવાની તક આપવી જોઈએ. મતદાતાઓને મતપેટીમાં VVPAT સ્લીપ જાતે દાખલ કરવાની સુવિધા હોવી જોઈએ.

Latest Stories