ફ્રાન્સના સત્તાવાળાઓએ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નિકારાગુઆ જતી ફ્લાઇટને 'માનવ તસ્કરી'ની શંકાના આધારે ફ્રાન્સમાં 300 થી વધુ ભારતીય મુસાફરોને લઈને અટકાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્રાન્સના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે આ વિમાનમાં 'માનવ તસ્કરી'નો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી શકે છે. ફરિયાદીએ શુક્રવારે આ માહિતી આપી હતી.
એક નિવેદનમાં પેરિસ પ્રોસિક્યુટર ઓફિસે પ્લેનમાં સવાર તમામ લોકોની પૂછપરછની માહિતી પણ આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિશેષ તપાસકર્તાઓ વિમાનમાં સવાર દરેકની પૂછપરછ કરી રહ્યા છે અને વધુ તપાસ માટે બે લોકો કસ્ટડીમાં છે.
ફ્રાન્સમાં એક અનામી સૂચનાના આધારે પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એવા સંકેતો છે કે રોમાનિયા સ્થિત ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત પ્લેન એવા લોકોને લઈ જઈ રહ્યું હતું જે માનવ તસ્કરીનો ભોગ બની શકે છે. જો કે, પ્લેન અગાઉ પેરિસના વત્રી શહેરમાં રિફ્યુઅલિંગ માટે રોકાયું હતું.