ફ્લોરિડામાં એન્જિનમાં ખામી સર્જાતાં પ્લેન હાઇવે પર ચાલતી કાર પર ક્રેશ, કારસવાર મહિલાનું મોત

ફ્લોરિડા રાજ્યમાં સોમવારે સાંજે એક ગંભીર ઘટના બની જ્યારે મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર એક નાના વિમાનને ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

New Update
florida

ફ્લોરિડા રાજ્યમાં સોમવારે સાંજે એક ગંભીર ઘટના બની જ્યારે મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર એક નાના વિમાનને ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

Beechcraft 55 મોડલનું આ વિમાન બે એન્જિન્સમાં પાવર લોસ થતાં અચાનક ઊંચાઈ ગુમાવવા લાગ્યું અને પાયલોટે સમય નીકળે તે પહેલાં હાઇવેને લેન્ડિંગ સ્ટ્રિપ તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય જીવનરક્ષક સાબિત થયો, પરંતુ ભારે ટ્રાફિક વચ્ચે ઉતરાણ કરતી વખતે વિમાને 2023 મોડલની ટોયોટા કેમરી કારને ટક્કર મારી દીધી. ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં પણ ભારે ચર્ચા થઈ રહી છે.

વિમાનમાં 27 વર્ષીય પાયલોટ અને તેનો સમવયસ્ક મિત્ર સવાર હતા, જ્યારે કારમાં 57 વર્ષીય મહિલા ડ્રાઇવિંગ કરી રહી હતી. અથડામણમાં મહિલા હળવી રીતે ઇજાગ્રસ્ત થઈ અને તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની હાલત સ્થિર છે. નોંધનીય છે કે, પાયલોટ અને તેનો સાથી કોઈ ઈજામાંથી રહ્યા. આ અકસ્માત સાંજે લગભગ 5:45 વાગ્યે થયો હતો, ત્યારે હાઇવે પર ભારે ટ્રાફિક ચાલું હતું. અથડામણ બાદ વિમાન હાઇવે પર જ ઊભું રહી જતા ટ્રાફિક જામ અને ભાગદોડ જેવી પરિસ્થિતી ઊભી થઈ.

દુર્ઘટના બાદ I-95 નો દક્ષિણી લેન 201 માઇલ માર્કર પાસે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો. ફ્લોરિડા હાઇવે પેટ્રોલ અને રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. હાઇવે લાંબા સમય સુધી બંધ રહ્યો અને ત્યારબાદ મંગળવારે સવારે લગભગ 9 વાગ્યે ફરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ જ દિવસે ફ્લોરિડાના DeLand વિસ્તારમાં એક Cessna 172 વિમાને પણ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, જેમાં સવાર બે લોકો ઘાયલ થયા હતા, પરંતુ તેમની હાલત સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું. આ બે ઘટનાઓને કારણે ફ્લોરિડામાં વિમાન સુરક્ષાને લઈને ફરી ચર્ચા ગરમાઈ છે.

Latest Stories