આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા પીએમ મોદી પહોચ્યા ઇન્ડોનેશિયા, ASEAN સમિટથી PM મોદીનું મોટું નિવેદન....

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે Asean-India Summit માં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.

New Update
આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા પીએમ મોદી પહોચ્યા ઇન્ડોનેશિયા, ASEAN સમિટથી PM મોદીનું મોટું નિવેદન....

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે Asean-India Summit માં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીનું જકાર્તા એરપોર્ટથી હોટલ પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના સભ્યોએ PMને આવકારવા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું. વડાપ્રધાન NRIને પણ મળ્યા હતા. આ પછી PM મોદીએ Asean-India Summit માં ભાગ લીધો. Asean-India Summit માં હાજરી આપતાં PM મોદીએ કહ્યું, 'અમારી ભાગીદારી તેના ચોથા દાયકામાં પ્રવેશી રહી છે, તેથી Asean-India Summitની સહ અધ્યક્ષતા કરવી મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું આ કોન્ફરન્સના અદ્ભુત સંગઠન માટે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિડોડોને અભિનંદન આપું છું અને તેમનો આભાર વ્યક્ત કરું છું. કંબોડિયાના વડા પ્રધાનને તાજેતરમાં પદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન. PM મોદીએ વધુમાં કહ્યું કે, આપણો ઈતિહાસ અને ભૂગોળ ભારત અને આસિયાનને જોડે છે. આ સાથે સહિયારા મૂલ્યો, પ્રાદેશિક એકતા અને સહિયારી માન્યતાઓ પણ આપણને એક સાથે બાંધે છે. આસિયાન એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રિય સ્તંભ છે. ગયા વર્ષે અમે ભારત આસિયાન મિત્રતા વર્ષની ઉજવણી કરી હતી. આજે વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ દરેક ક્ષેત્રમાં આપણા પરસ્પર સહયોગમાં સતત પ્રગતિ થઈ રહી છે, આ આપણા સંબંધોની મજબૂતાઈનો પુરાવો છે. આસિયાન મહત્વપૂર્ણ છે કારણ કે, અહીં તમામ અવાજો સંભળાય છે. ASEAN વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 21મી સદી એશિયાની સદી છે, તે આપણા બધાની સદી છે તેથી કોવિડ પછીના વિશ્વ વ્યવસ્થાના આધારે આપણે નિયમ બનાવીએ તે જરૂરી છે.

Latest Stories