વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયા પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ અહેમદ ટીનુબુના આમંત્રણ પર તેઓ પ્રથમ વખત આફ્રિકન દેશ પહોંચ્યા છે. 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત છે.પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ ટીનુબુને મળશે. તેમની વચ્ચે ભારત-નાઈજીરીયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે.
આ પછી મોદી રાજધાની અબુજામાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.નાઈજીરિયામાં 150થી વધુ ભારતીય કંપનીઓ છે, જેનું ટર્નઓવર રૂ. 2 લાખ કરોડથી વધુ છે.તેલ અને ગેસના વિશાળ ભંડારને કારણે નાઇજીરિયા આફ્રિકાના મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે. આ દેશ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે. આફ્રિકામાં ભારતીય રોકાણ સતત વધી રહ્યું છે, ખાસ કરીને ઉર્જા, ખાણકામ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં