PM મોદીએ યુ.એસ.મુલાકાત દરમ્યાન જો બાઇડેનના પત્નિને રૂ.17 લાખનો હીરો ગિફ્ટમાં આપ્યો !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023 માં તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને સૌથી મોંઘી ભેટ આપી હતી.

New Update
usa pm
Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023 માં તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને સૌથી મોંઘી ભેટ આપી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે.પીએમ મોદીએ જીલ બાઈડેનને આપેલા હીરાનું વજન 7.5 કેરેટ છે અને તેની કિંમત 20 હજાર ડોલર (રૂ. 17 લાખથી વધુ) છે. તે કાર-એ-કલમદાની નામના પ્રખ્યાત કાશ્મીર પેપર બોક્સમાં પેક કરીને ભેટમાં આપવામાં આવ્યું હતું.આ એક ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ છે જેમાં તેને બનાવવા માટે સૌર અને પવન ઊર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હીરો પ્રતિ કેરેટ માત્ર 0.028 ગ્રામ કાર્બન ઉત્સર્જન કરે છે. જો કે, જીલ બાઈડેન આ ભેટનો ઉપયોગ કરી શકશે નહીં. તેને 'વ્હાઈટ હાઉસ'ની ઈસ્ટ વિંગમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવશે.
અમેરિકામાં, તેઓ સામાન્ય રીતે રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર દ્વારા મળેલી ભેટો પોતાની સાથે રાખે છે. પરંતુ જે ભેટો ખૂબ મોંઘી છે ($480 થી વધુ), તે યુએસ નેશનલ આર્કાઇવ્સમાં રાખવામાં આવે છે અથવા વ્હાઇટ હાઉસમાં પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. જો કે, જો જીલ બાઈડેન ઇચ્છે તો, તે અમેરિકન સરકારને કિંમત ચૂકવીને આ ભેટો પોતાના માટે રાખી શકે છે.

Latest Stories