PM મોદીને મળ્યું રશિયાનું સૌથી મોટું નાગરિક સન્માન, પુતિને પહેરાવ્યો 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ'

દુનિયા | સમાચાર,પીએમ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસ છે, જ્યાં તેમને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે.

PM મોદી
New Update

પીએમ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસ છે, જ્યાં તેમને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. પુતિને પીએમ મોદીને 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ'થી નવાજ્યા, જે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ભારતના 140 કરોડ લોકો માટે સન્માનની વાત છે. 

દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ પુતિન સાથે યુદ્ધ વિશે પણ વાત કરી અને કહ્યું કે ભાવિ પેઢીના ભવિષ્ય માટે શાંતિ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું, 'યુદ્ધ હોય, સંઘર્ષ હોય કે આતંકવાદી હુમલા, માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ જાન ગુમાવવાથી ખૂબ જ દુઃખી છે. તેમાં પણ જ્યારે નિર્દોષ બાળકોની હત્યા થાય છે અથવા આપણે નિર્દોષ બાળકોને મરતા જોઈએ છીએ ત્યારે આપણું હૃદય તૂટી જાય છે અને તે પીડા ખૂબ જ ભયંકર હોય છે. એક મિત્ર તરીકે મેં હંમેશા કહ્યું છે કે આપણી ભાવિ પેઢીના ભવિષ્ય માટે શાંતિ જરૂરી છે. હું એ પણ જાણું છું કે યુદ્ધના દુ:ખમાં ઉકેલ શક્ય નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે ઉકેલ અને શાંતિ મંત્રણા સફળ થતી નથી અને આપણે માત્ર વાતચીત દ્વારા જ શાંતિનો માર્ગ અપનાવવો પડશે.

 

#PM Modi #Russia #President Putin #highest civilian honour
Here are a few more articles:
Read the Next Article