પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલન માટે જાપાન પ્રવાસે છે.G7 શિખર સંમેલનના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ ભરના અનેક નેતાઓ હિરોશિમા શાંતિ મેમોરિયલ પાર્ક પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 નેતાઓ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ સ્મારક સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં G7 શિખર સંમેલન રિસાયકલ મટીરિયલમાંથી બનેલ જેકેટ પહેર્યું હતું.
જેની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે.G7 શિખર સંમેલન G7 શિખર સંમેલનના મંચ પરથી પર્યાવરણ બાબતે વિશ્વને ખાસ સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીના જેકેટમાં આ સંદેશ છુપાયેલો છે.PMO અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ખાસ જેકેટ વિશ્વને સસ્ટેનબિલિટીનો સંદેશ આપે છે.