/connect-gujarat/media/post_banners/b17297e2452d6a761e225bd645f3370b92e181f470cb84b5a49da2c732fa6d90.webp)
PM મોદી મંગળવારે (13 ફેબ્રુઆરી) UAEની મુલાકાત લેશે. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે કારણ કે તેઓ અબુ ધાબીમાં તૈયાર કરવામાં આવેલા BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
PM મોદીની મુલાકાત પહેલા UAEના રાજદૂત અબ્દુલ નાસર અલી શાલીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સહિષ્ણુતા અને સ્વીકૃતિના મૂલ્યોને કારણે બંને દેશ પોતાની મિત્રતાને મજબૂત કરવામાં સફળ થઈ રહ્યા છે. રાજદૂત અબ્દુલ નાસિર અલી શાલીએ પણ UAEમાં રહેતા ભારતીયોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે UAE ના નાગરિકો અને ભારતીયો વચ્ચે ઘણી સમાનતા છે. બંને દેશો સ્થાનિક અને વૈશ્વિક સ્તરે શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે.
UAEના રાજદૂતે બંને દેશોના સંબંધો પર શું કહ્યું?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ભારત વૈશ્વિક રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ગયા મહિને ગુજરાત સમિટમાં UAEના પ્રમુખે પોતે હાજરી આપી હતી, જે દર્શાવે છે કે સાથી ભારત UAE માટે કેટલું મહત્વપૂર્ણ છે. UAE ભારતની રાજકીય સ્થિરતાને મહત્ત્વ આપે છે. કારણ કે મજબૂત રાજદ્વારી સંબંધો માટે બંને દેશોમાં રાજકીય સ્થિરતા જરૂરી છે.