પીએમ મોદીનું વિયેનામાં ભારતીયોને સંબોધન

પ્રવચનના પ્રારંભમાં જ ભારતના વૈશ્વિક અભિગમનો ચિતાર આપી દીધો હતો. તેઓએ કહ્યું ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ, સર્વોજવલ અને શ્રેષ્ઠ માર્ગ-નિર્દેશક બનવા માગે છે અને તે માર્ગ-નિર્દેશન પણ સર્વોચ્ચ કક્ષાએ લઈ જવા માગે છે.

New Update
જી

વિયેનામાં ભારતે વિશ્વને બુદ્ધ આપ્યા છે, યુદ્ધ નહીં તેમ કહેતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આનું અર્થઘટન તે છે કે ભારતે વિશ્વને સદાયે શાંતિ અને સમૃદ્ધિનો વારસો વિશ્વને આપ્યો છે.

પોતાના પ્રવચનના પ્રારંભમાં જ ભારતના વૈશ્વિક અભિગમનો ચિતાર આપી દીધો હતો. તેઓએ કહ્યું ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ, સર્વોજવલ અને શ્રેષ્ઠ માર્ગ-નિર્દેશક બનવા માગે છે અને તે માર્ગ-નિર્દેશન પણ સર્વોચ્ચ કક્ષાએ લઈ જવા માગે છે.

તેઓએ વધુમાં કહ્યું હજારો વર્ષોથી આપણે વિશ્વને જ્ઞાાન અને કાર્ય-નિષ્ણતા આપી છે. આપણે કદી યુદ્ધ જગતને આપ્યું નથી. આપણે તો વિશ્વને બુદ્ધ આપ્યા છે.

 ભારત હંમેશાં શાંતિ અને સમૃદ્ધિનું માર્ગદર્શક બની રહ્યું છે તેથી ભારતે એકવીસમી સદીમાં પોતાની ભૂમિકા પ્રબળ બનાવી છે.

રશિયાની પોતાની મુલાકાત વિષે તેઓએ કહ્યું કે પ્રમુખ પુતિન સાથેની મારી મંત્રણાનો મધ્યવર્તી વિચાર જ તે હતો કે આ વિવાદનો ઉકેલ યુદ્ધથી નહીં પરંતુ મંત્રણા દ્વારા જ આવી શકે.

Latest Stories