સુનિતા વિલિયમ્સને ધરતી પર પાછા લાવવાની તૈયારી શરૂ

અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર અનેક મહિનાઓથી અંતરિક્ષમાં ફસાયેલાં છે. હવે તેમને ધરતી પર પાછાં લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન લોન્ચ

New Update
sunita

અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર અનેક મહિનાઓથી અંતરિક્ષમાં ફસાયેલાં છે. હવે તેમને ધરતી પર પાછાં લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન લોન્ચ થઈ ગયું છે. સુનિતા અને બુચને પાછાં લાવવા માટે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યૂલમાં ટ્રાવેલ કરીને નાસાના નિક હેગ અને રશિયન અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના કોસ્મોનાટ એલેક્ઝેન્ડર ગોરબુનોવ રવિવારે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પહોંચી ગયા છે, જ્યાં પહોંચવા પર બધાએ હેગ અને ગોરબુનોવનું જોરદાર વેલકમ કર્યું.

શનિવારે ફ્લોરિડાના કેપ કૈનાવેરલથી બપોરે 1:17 વાગ્યે(1717 GMT) પર ફાલ્કન 9 રોકેટે ઉડાન ભરી, જ્યારે ડ્રેગન અંતરિક્ષ યાને ક્રૂ-9 મિશન રવિવારે સાંજે 5.30 વાગ્યે ISS સાથે સંપર્ક કર્યો. ત્યાર બાદ નાસાના અંતરિક્ષ યાત્રી નિક હેગ અને રશિયન અંતરિક્ષયાત્રી એલેક્ઝેન્ડર ગોરબુનોવ સાંજે 7.00 વાગ્યા પછી સ્ટેશન પર ઊતર્યા અને અંતરિક્ષ સ્ટેશન પર પોતાના સહયોગીઓને ગળે ભેટ્યા, જેના પર નાસાના ઉપપ્રશાસક પામ મેલરોયે એક ન્યૂઝ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે આજનો દિવસ કેટલો શાનદાર હતો.

Latest Stories