Connect Gujarat
દુનિયા

યુક્રેનના રાષ્ટ્રપતિ અને PM મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, વાંચો વાતચીતના શુ થઇ ચર્ચા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફોન પર કરી વાતચીત

યુક્રેનના રાષ્ટ્રપતિ અને PM મોદીએ ટેલિફોનિક વાતચીત કરી,  વાંચો વાતચીતના શુ થઇ ચર્ચા
X

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એટલે કે આજે ફોન પર વાતચીત કરી હતી. આ અંગેની માહિતી યુક્રેનના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને આપી હતી. એક ટ્વીટમાં તેમણે કહ્યું, 'મેં PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને G20ના સફળ પ્રમુખપદની શુભેચ્છા પાઠવી. આ પ્લેટફોર્મ પર જ મેં પીસ ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી અને હું તેની સફળતામાં ભારતની ભાગીદારી પર વિશ્વાસ કરું છું. મેં માનવતાવાદી સહાય અને સમર્થન માટે સંયુક્ત રાષ્ટ્રનો પણ આભાર માન્યોયુક્રેનના રાષ્ટ્રપતિ અને PM મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, વાંચો વાતચીતના શુ થઇ ચર્ચા

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પીએમ મોદી સાથેની વાતચીતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીને આ યુદ્ધને ઝડપથી ખતમ કરવા કહ્યું હતું. પીએમ મોદીએ ઝેલેન્સકીને કહ્યું હતું કે કોઈપણ સંઘર્ષનો કોઈ સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં.

સાથે જ કહ્યું હતું કે દુશ્મનાવટ ખતમ કરીને વાતચીતના આધારે કૂટનીતિના માર્ગે આગળ વધો. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યુક્રેન સહિત અન્ય તમામ પરમાણુ પ્રતિષ્ઠાનોની સ્થાપનોની સુરક્ષાને મહત્વ આપે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિ માટે દરેક સંભવિત પ્રયાસોમાં યોગદાન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગયા રવિવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત માટે તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા દ્વારા યુક્રેન પર નવા હુમલા કરવામાં આવી રહ્યા છે.

Next Story