યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું  રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા PM મોદી મહત્વનો ભાગ ભજવી શકે !

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવામાં વડાપ્રધાન મોદી મોટી ભૂમિકા ભજવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ

New Update
ukren

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવામાં વડાપ્રધાન મોદી મોટી ભૂમિકા ભજવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે બીજી યુક્રેન પીસ સમિટ નવી દિલ્હીમાં યોજાય. જો મોદી ઈચ્છે તો આ કરી શકે છે.ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મોદી વસતિ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ખૂબ મોટા દેશના વડાપ્રધાન છે. ભારત અને મોદી કોઈપણ સંઘર્ષને રોકવામાં મોટી અસર કરી શકે છે.

પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણા યોજવાની સંભાવના અંગે તેમણે કહ્યું હતું કે અલબત્ત, તેઓ આમ કરી શકે છે.ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ હજારો યુક્રેનિયન બાળકોનું અપહરણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે મોદી અમારાં બાળકોને પાછાં લાવવામાં મદદ કરે. તેઓ પુતિનને 1,000 યુક્રેનિયન બાળકો મને પાછાં આપવાનું કહી શકે છે. જો મોદી આમ કરશે તો અમે અમારાં મોટા ભાગનાં બાળકોને પાછાં લાવવામાં સફળ થઈ શકીશું.

Read the Next Article

50 દિવસમાં યુદ્ધ બંધ નહી કરો તો 100 ટકા ટેરિફ : ટ્રમ્પની ચેતવણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે ૨૪ કલાકમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવી દઈશ તેવી શેખી મારી હતી, પરંતુ ટ્રમ્પે સત્તા સંભાળ્યાને છ મહિના થવા આવ્યા છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ નથી થયું.

New Update
putin

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે ૨૪ કલાકમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવી દઈશ તેવી શેખી મારી હતી, પરંતુ ટ્રમ્પે સત્તા સંભાળ્યાને છ મહિના થવા આવ્યા છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ નથી થયું.

રશિયન પ્રમુખ પુતિન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંઠતા નથી. જેથી હવે ટ્રમ્પે યુદ્ધ બંધ નહીં થાય તો રશિયાને ૧૦૦ ટકા ટેરિફની સાથે સેકન્ડરી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. બીજીબાજુ યુક્રેનને મોસ્કો પર હુમલા કરે તો અમેરિકાના હથિયારો પૂરા પાડવાની ઓફર કરી છે. ટ્રમ્પની ધમકી વચ્ચે રશિયાએ અમેરિકા પર પલટવાર કરતા કહ્યું કે, અમે પ્રતિબંધોથી ડરતા નથી. અમે મજબૂતીથી સામનો કરીશું.

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ૫૦ દિવસમાં યુક્રેન સાથે શાંતિ સમજૂતી ના કરે અને યુદ્ધ ચાલુ રાખશે તો રશિયા ઉપર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે. ઓવલ ઓફીસમાં નાટોના મહામંત્રી માર્ક રૂટે સાથે મંત્રણા દરમિયાન પ્રમુખ ટ્રમ્પે આ ચેતવણી આપી હતી. આ જ સમયે યુક્રેન અને રશિયા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ રાજદૂત યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. 

પ્રમુખ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા ઇચ્છા દર્શાવી હતી અને રશિયાને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી હતી. સાથે ટ્રમ્પે રશિયાને સેકન્ડરી ટેરિફની પણ ધમકી આપી હતી. એટલે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર વધારાનો ટેરિફ નાંખવામાં આવશે.

ભારત અને ચીન સહિતના દેશો રશિયા પાસેથી નીચી કિંમતે ક્રૂડ ખરીદે છે ત્યારે ટ્રમ્પે આ દેશો પર પણ વધારાનો ટેરિફ નાંખવાની ધમકી આપી છે. અમેરિકાએ અગાઉ પણ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ટેરિફની ધમકી આપી હતી, પરંતુ ભારતે દરેક વખતે દેશહિતની વાત કરીને અમેરિકન ધમકીની અવગણના કરી હતી.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયા અને યુક્રેન યુદ્ધ મુદ્દે ઓવલ ઓફીસમાં નાટોના મહામંત્રી માર્ક રૂટે સાથે મંત્રણા કરી હતી. આ સમયે તેમણે રશિયાને ટેરિફ નાંખવાની ધમકી આપવાની સાથે યુક્રેનને પેટ્રિઅટ મિસાઈલ આપવાની પણ ઓફર કરી હતી. વધુમાં ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને ખાનગી ફોનકોલ કરીને ઓફર કરી કે અમેરિકા તમને લાંબા અંતરના હથિયાર આપશે, તમે મોસ્કો પર હુમલા કરો.

ટ્રમ્પે ઝેલેન્સ્કીને સવાલ કર્યો કે શું તમે મોસ્કો પર હુમલા કરી શકો છો? શું તમે સેન્ટ પીટર્સબર્ગ પર હુમલા કરી શકો છો? જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, ચોક્કસ, તમે અમને હથિયાર આપો તો અમે હુમલા કરી શકીશું. મીડિયા અવેહાલો મુજબ બંને નેતાઓ વચ્ચે આ વાતચીત ૪ જુલાઈએ થઈ હતી.

ટ્રમ્પની આ વાતચીત રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના તેમના વચનથી એકદમ અલગ યુદ્ધને વધુ ઉશ્કેરવા સમાન છે. યુક્રેને રશિયા સામેના યુદ્ધમાં અમેરિકન હથિયારોની મદદને આવકારી હતી, પરંતુ યુદ્ધ બંધ કરવા માટે પ્રમુખ ટ્રમ્પે રશિયાને ૫૦ દિવસનો આપેલો સમય ખૂબ જ લાંબો ગણાવ્યો હતો. 

દરમિયાન ટ્રમ્પની ટેરિફની ધમકીના જવાબમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મંગળવારે કહ્યું કે, મોસ્કો ટ્રમ્પના આ નિર્ણય પાછળનું કારણ સમજવા માગે છે. અમે કોઈપણ પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર છે. અમેરિકા યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ્સ આપવાનું છે તેમ જાણતા જ રશિયાએ યુક્રેન ઉપર ફરી પ્રચંડ બોમ્બ અને મિસાઇલ્સ મારો શરૂ કરી દીધો હતો.

donald trump | Russia Ukrain War | President Putin

Latest Stories