Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનમાં સુરક્ષાદળોના કાફલા પર પુલવામા જેવો હુમલો, નવના મોત, 20 ઘાયલ...

ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના મોત થયા છે

પાકિસ્તાનમાં સુરક્ષાદળોના કાફલા પર પુલવામા જેવો હુમલો, નવના મોત, 20 ઘાયલ...
X

ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના મોત થયા છે અને બીજા 20 ઘાયલ થયા છે. ભારતમાં જે રીતે પુલવામા હુમલો કરવામાં આવ્યો હતો તે જ પ્રકારનો આ હુમલો હોવાનુ જાણકારો કહી રહ્યા છે. પાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે આત્મઘાતી હુમલાખોર બાઈક પર સવાલ થઈને આવ્યો હતો અને સેનાના કાફલામાં ઘુસી ગયો હતો.તેણે કાફલામાં સામેલ વાહનો સાથે બાઈક ટકરાવી દીધી હતી. પ્રતિબંધિત સંગઠન તહેરિક એ તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે. હુમલા બાદ સુરક્ષાદળોએ આખો એરિયા કોર્ડન કરી લીધો હતો. હુમલા માટે જવાબદાર લોકોને પકડવા માટે અભિયાન શરૂ કરાયુ છે. પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવારૂલ હક કાકરે હુમલાની નિંદા કરી છે અને કહ્યુ હતુ કે, મારી સંવેદના માર્યા ગયેલા જવાનોના પરિવારજનો સાથે છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય સમયથી આતંકી હુમલાઓ વધી ગયા છે. સોમવારે આતંકીઓએ એક મોબાઈલ વેન પર હુમલો કર્યો હતો અને તેમાં બે પોલીસ કર્મીઓના મોત થયા હતા. બલોચિસ્તાનમાં આતંકીઓએ ચીનના નાગરિકોને ટાર્ગેટ કર્યા હતા અને તેમની ગાડી પર હુમલો કર્યો હતો. જોકે ગાડી બુલેટપ્રૂફ હોવાથી ચીની નાગરિકો બચી ગયા હતા.

Next Story