પુષ્પ કલમ દહલ આવતીકાલે નેપાળના પ્રધાનમંત્રી પદના શપથ લેશે

New Update
પુષ્પ કલમ દહલ આવતીકાલે નેપાળના પ્રધાનમંત્રી પદના શપથ લેશે

ભારતના પડોશી અને હિંદુ રાષ્ટ્ર નેપાળનું રાજકીય કોકડું ઉકેલાઈ ગયું છે. હકીકતમાં દેશવ્યાપી સામાન્ય ચૂંટણીમાં એક પણ પાર્ટીને બહુમતી ન મળતા સરકાર રચવાને લઈને પેંચ ફસાયો હતો. રાષ્ટ્રપતિ વિદ્યા સાગર દેવીના આહવાન પર મોટા રાજકીય પક્ષો ગઠબંધન પર ચર્ચા શરુ કરી હતી. નવી સરકારની રચનાની અંતિમ તારીખનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે બધી પાર્ટીઓએ ભેગી મળીને પીએમ તરીકે પુષ્પ કમલ દહલના નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી હતી.

પુષ્પ કલમ દહલ આવતીકાલે 4 વાગ્યે પીએમ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ વિદ્યા સાગર દેવીએ તેમની નિયુક્તીને લીલીઝંડી આપી દીધી છે.

169 સાંસદોનું સમર્થન

પુષ્પ કમલ દહલને અપક્ષ સહિત કુલ 169 સાંસદોનું સમર્થન છે. જોકે તેમની અને ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે અઢી અઢી વર્ષ સત્તાની વહેંચણી કરાઈ છે. એટલે અઢી વર્ષ બાદ દહલ પીએમ પદ છોડી દેશે ઓલી પ્રધાનમંત્રી બનશે.

નેપાળની 6 પાર્ટીઓ સરકાર બનાવવા માટે ગઠબંધન કરી રહી છે. ગઠબંધનમાં સામેલ પાર્ટીઓએ કહ્યું છે કે પ્રચંડ અઢી વર્ષ સુધી વડાપ્રધાન રહેશે. આ પછી સીપીએન-યુએમએલ કાર્યભાર સંભાળશે ત્યાર બાદ પૂર્વ પીએમ ઓલી ફરી એકવાર વડાપ્રધાન બનશે. પ્રચંડ બાદ અઢી વર્ષ સુધી તેઓ આ પદ પર રહેશે.

Latest Stories